ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો ક્લા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો ક્લા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ નાલંદા વિદ્યાલય ખાતે તાલુકાકક્ષાના ક્લા મહાકુંભનું આયોજન થયું હતું જેમાં ટંકારા તાલુકાની ભૂત કોટડા પ્રા.શાળાએ પ્રાચીન ગરબામાં તૃતિય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ તકે શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર અને તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ગરબાનું માર્ગદર્શન અને સંચાલન સાંચલા ગીતાબેન મનસુખલાલએ કર્યું હતું. આ ઉપરાંત ભુત કોટડા ગામની બહેનોનું કંકણ ગ્રુપ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. જેમાં ઢેઢી આશાબેન જયેશકુમાર, ઢેઢી નયનાબેન ચીમનભાઈ, દેવડા મિન્ટુબેન રતનશીભાઇ અને દુબરીયા સોનલબેન મનસુખભાઈ અને પ્રા.શાળાના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન મનસુખલાલે ભાગ લીધો હતો. આ તકે મિલનભાઈ અને કેતનભાઈએ સંગીતના સૂર પુરાવ્યા હતા. આ પ્રથમ નંબર મેળવવા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ  ગામના સરપંચ ભાગિયા પંકજભાઈ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને અન્ય આગેવાનો અને ગ્રામજનોએ અભીનંદન આપ્યા હતા




Latest News