મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મીં )ના મોટા દહીંસરા ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







માળીયા (મીં )ના મોટા દહીં સરા ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત 

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ કાંજીયા (૪૩) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયા-મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આર.એમ. ગરચર ચલાવી રહ્યા છે.

માર માર્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા ચતુરભાઈ ભાનુભાઈ દેલવાડીયા (૬૦) નામના વૃદ્ધને પત્તુભાઈએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ચતુરભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News