મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીમાં રિવર્સમાં આવેલ ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીમાં રિવર્સમાં આવેલ ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડી વિસ્તારમાં બેફિકરાયથી ટ્રેક્ટર ચલાવ્યું હતું અને રિવર્સમાં આવેલ ટ્રેક્ટર ત્યાર રમતી ત્રણ વર્ષની બાળકી ઉપર ચડી ગયું હતું જેથી કરીને તે બાળકીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક બાળકીની માતા દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઈબ્રાહીમભાઇ હમીરભાઇ ચાનિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લીલાબેન નરભુભાઈ અજનાર જાતે અનુ. જનજાતિ (૩૦)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નંબર જીજે ૩૬ બી ૭૦૯૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાડીએ તેઓની ત્રણ વર્ષની દીકરી ક્રિષ્મા નરભુભાઈ અજનાર રમતી હતી ત્યારે ટ્રેક્ટરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે ફરિયાદીની દીકરીને હડફેટ લઈને તેના ઉપર ટ્રેક્ટર ચડાવી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્મૃતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીની માતાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે.






Latest News