રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું


SHARE











મોરબીમાંથી ગુમ થયેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલી કપુરીની વાડી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી થોડા સમય પહેલા ગુમ થઈ ગઈ હતી અને તેને જામનગરના કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે ચાલી ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું..! આ બાબતે પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ કપુરીની વાડી વિસ્તારમાં રહેતી રીટાબેન પ્રભુભાઈ શામજીભાઈ ડાભી નામની ૧૮ વર્ષીય યુવતી ગત તા.૧૫-૪-૨૩ ના રોજ ગુમ થઈ ગઈ હતી જે અંગે ઘરમેળે તપાસ બાદ પોલીસમાં જાણ કરાતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી હતી અને પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગુમ થયેલ રીટાબેનને જામનગર ખાતે રહેતા રવિ સુરેશભાઈ ટંકારીયા નામના યુવાન સાથે શેરચેટના માધ્યમથી કોન્ટેક્ટ થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તે પોતાની જાતે જામનગર ચાલ્યા ગયા હતા અને હવે તેણી રવિની સાથે જ રહેવા ઇચ્છે છે તે પ્રકારનું તેઓએ પોલીસને નિવેદન આપતા પોલીસે આ બાબતે નોંધ કરીને આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી વાહનો પકડીને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં માળીયા હાઇવે ઉપર જસાપર તરફ જતા રસ્તે આમરણ ગામ પાસેથી વાહન નંબર જીજે ૧૦ ઝેડ ૯૬૮૭ ને અટકાવીને તેમાં ભરેલ ખનીજ બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે ફલાંઇંગ સ્કવોડ  દ્વારા માળીયા હાઇવે ઉપર જુના સાદુરકા ગામ પાસેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીવી ૧૫૪૮ ને અટકાવવામાં આવ્યું હતું અને દંડ વસુલવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી.તેમજ જુના સાદુરકા ગામ પાસેથી જ નીકળેલા જીજે ૧૨ એવી ૫૧૩૪ ને અટકાવી ચાલક સિકંદર રમઝાન કુંભાર રાપર(કચ્છ) વાળાને અટકાવી તેની પાસેથી ખનીજ પરવાના અંગે તપાસ કરવામાં આવતા તેની પાસે પરવાનો ન હોય કાર્યવાહી કરવામાં આવી હતી.

તે ઉપરાંત મોરબીના હળવદ હાઇવે નીચી માંડલ ગામ પાસેથી નીકળે ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૫૩૯ ને અટકાવીને તેના ચાલક મેલા ધનજી દેકાવાડીયા રહે.ખેતરડી તા.હળવદ વાળાને તથા જાંબુડીયા ગામ પાસેથી નીકળેલી ડમ્પર નંબર જીજે ૩ એપી ૩૫૮૯ માં ભરેલ ખનીજ અંગે ચાલક લક્ષ્મણ ઘના કોળી રહે.પાનેલી તા.મોરબી વાળાને પૂછપરછ કરવામાં આવતા તેઓ પાસે પણ કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવા માટે આ વાહનોને પણ પકડીને તાલુકા પોલીસ કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ ચોરી થાય છે અને 'સબ ભૂમિ ગોપાલ કી" સમજીને મન ફાવે ત્યાંથી રેતી સહિતના ખનીજોની ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી થતી હોય છે અને પાશેરામાં પુણી સમાન કામગીરી સ્થાનિક વિભાગ દ્વારા કરવામાં આવતી હોય આ કામગીરી લોકોમાં પણ ટીકાને પાત્ર બની રહી છે તે હકીકત છે






Latest News