મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા નજીક કેનાલ ઉપરથી ખેડૂતની ઈલેક્ટ્રીક મોટરની ચોરી


SHARE







મોરબીના નવા સાદુળકા નજીક કેનાલ ઉપરથી ખેડૂતની ઈલેક્ટ્રીક મોટરની ચોરી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધની મોરબી નજીકના નવા સાદુળકા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પાસે સિંચાઈ માટેની ઈલેક્ટ્રીક મોટર મૂકી હતી જે ઇલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શિશુ મંદિરની પાછળના ભાગમાં કૈલાસ સોસાયટી બ્લોક નં-૮ ખાતે રહેતા કાંતિલાલ ડાયાભાઈ માકાસણા જાતે પટેલ (૬૩)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવા સાદુળકા ગામની સીમમાંથી પસાર થતી પાવરીયાળી કેનાલ તરફ જતા આરસીસી કેનાલ વાળા રસ્તે કેનાલમાંથી પાણીની સિંચાઈ માટે તેણે મોટર એકવાટેક્ષ ઓપનવેલ કંપનીની સાડા સાત હોસ પાવરની મોટર મૂકી હતી જે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતની મોટરની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધે ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News