મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત


SHARE







હળવદના ચરાડવા પાસે રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી હળવદ તરફ જતા રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવેલ રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ લાલજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૧) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૦૭૬૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો સાળો કપિલ વાલજીભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૨૭) રહે. રેસા સેનેટરીવેર કારખાનું ઊંચી માંડલ નેકસોન કંપની પાછળ મૂળ રહે. પાટળી વાળો મોરબીથી ચરાડવા બાજુ બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે તેના બાઈક નંબર જીજે ૩૬ એકે ૧૬૭૮ સાથે રીક્ષા ચાલકે પોતાનું વાહન સામેથી આવીને અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના સાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસેથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ એફકે ૭૫૨૯ પસાર થઈ રહી હતી ત્યારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી ૪૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૮૦૦૦ રૂપિયાની કિંમતનો  દારૂ તથા બે લાખની કાર આમ કુલ મળીને ૨.૦૮ લાખના મુદામાલ સાથે આરોપી ઇરફાન ગુલામભાઈ જામ જાતે મિયાણા (૨૫) રહે. નવલખી રોડ રણછોડનગર મોરબી મૂળ રહે ઉપલેટા જીલ્લો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શાહરુખ ફિરોજભાઈ પઠાણના કહેવાથી તે કચ્છના સૂરજબારી પાસે સલીમ ઉર્ફે કલો નામના શખ્સ પાસેથી દારૂ ગાડીમાં દારૂ લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડેલ છે હાલમાં પોલીસે ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી માલ મંગાવનાર અને માલ મોકલનારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News