મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે પત્નીએ દારૂ પીવાની ના કહેતા પતિએ ન કરવાનું કર્યું


SHARE







વાંકાનેરના મહીકા ગામે પત્નીએ દારૂ પીવાની ના કહેતા પતિએ ન કરવાનું કર્યું

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને દારૂ પીવાની ટેવ હતી જેથી તેની પત્નીએ દારૂ પીવાની ના પડી હતી જેથી તે યુવાનને લાગી આવતા તે યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મહિકા ગામે મંજૂરહુશેનભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી બબલુ ધુલસિંહ ઘારવા જાતે ઠાકોર (૨૮) નામના યુવાને વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર  તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ અંગેની વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને દારૂ પીવાની ટેવ હતી અને તેના પત્નીએ તેને દારૂ પીવાની ના કહી હતી જેથી તેને લાગી આવતા તે યુવાન ઝેરી દવા પી ગયો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે હાલમાં આ બનાવની આગળની તપાસ એચ.આર. ચૈાહાણ ચલાવી રહ્યા છે






Latest News