મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગામમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE







મોરબી નજીકના ગામમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

મોરબી તાલુકાના બરવાળા ગામે વાડે રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં મહિલાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નાની ઝેર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બરવાળા ગામે દિનેશભાઈ હીરાભાઈ બાવરવાના વાડે રહીને મજુરી કામ કરતા રેખાબેન મહેશભાઈ નાયકા (૨૭) નામની મહિલા વાડે હતી ત્યારે ત્યાં તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ મહિલાના મૃતદેહને અંતિમ વિધિ માટે તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનના મરણનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની હાજરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News