ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં સરકારી જમીન પર કબ્જો કરી જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ


SHARE





ટંકારામાં સરકારી જમીન પર કબ્જો કરી જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ

ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણકારોને નાથવા માટે હાથ ધરેલી કવાયતમા વધુ એક ફરીયાદ

ટંકારા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા (ઉ.વ.૩૬) એ આરોપી રમજાન કરીમભાઈ માડકીયા તથા હાસમભાઈ આદમભાઈ ભુંગર  રહે.ટંકારા વાળાઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૨૧ ના વર્ષથી આજદીન સુધી આરોપી રમજાન કરીમભાઈએ ટંકારાના નગરનાકા પાસેની જુની જકાતનાકાની કચેરી જે ૩૦ વર્ષથી બંધ હોય તેમા પંચરની કેબીનનો ભંગારનો માલસામાન રાખેલ તે તથા મકાનના બહારના ભાગેએ પતરાની કેબીન તથા શેડ બનાવી જેનુ ક્ષેત્રફળ આશરે ૧૫૦ ચો.ફુ જેવુ થાય તે તથા આરોપી હાસમભાઈએ જકાતનાકાના મકાનની આશરે ૭૦ ફુટ દુર આશરે ૧૨૦ ચો.ફુટ જગ્યામા ઇંટ આર.સી.સી ના પાકા ચણતરથી દુકાન બનાવી  જેથી દિલીપભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા દબાણકારો વિરુદ્ધ અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ કિસ્સામાં પણ કમિટી સામે કેસ આવતા જીલ્લા કલેકટર દ્વારા ફરીયાદ કરવા હુકમ કર્યો હતો.હાલ ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણકારોને નાથવા માટે હાથ ધરેલી કવાયતમા વધુ એક ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરેલ છે.




Latest News