મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડે બાઇક ચાલકે રાહદારી મહિલાને ઉડાવતા માથામાં હેમરેજ


SHARE











મોરબીના કંડલા બાયપાસ રોડે બાઇક ચાલકે રાહદારી મહિલાને ઉડાવતા માથામાં હેમરેજ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ માધવ હોટલ સામેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલ મહિલાને બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં મહિલાને માથામાં હેમરેજ તથા જમણા ખભામાં અને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને બાઈક ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમિયા સ્ટીલ પાછળ બાલાજી હોમ્સ બ્લોક નંબર ૫૦૪ માં રહેતા રુક્ષ્મણીબેન કાંતિભાઈ રાજપરા જાતે પટેલ (૪૫)એ બાઈક નંબર જીજે ૨ એએચ ૮૮૧૦ ના ચાલક લાખાભાઈ લખુભાઈ ચાવડા રહે. લાતી પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ માધવ હોટલ સામેથી તેઓ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદી મહિલાને માથામાં માઇનોર હેમરેજ તથા જમણા હાથના ખભામાં અને કમરના ભાગે ઇજાઓ થઈ હતી જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News