મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ઓવરબ્રિજ ઉતરતા ટોપ સીરામીક સામેથી યુવાન ચાલીને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી યુવાનો મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પરિવારજન દ્વાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ વેરોના ગ્રેનીટો સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતા કનૈયાલાલ આશારામ આદિવાસી (૪૫)એ અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ઢુવા ઓવરબ્રિજ ઉતરતા ટોપ સિરામિક સામે ડિવાઈડર પાસેથી મખન રંધીરા આદિવાસી નામનો યુવાન ચાલીને રોડ જઇ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મખનને માથામાં અને શરીરે ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પરિવારજન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News