રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત: કુલ ચારના મોત થયા


SHARE











માળીયા (મી)ના નાના દહીસરા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત: કુલ ચારના મોત થયા

માળિયા મીયાણાના નાના દહીસરા ગામ પાસે બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના એક દીકરો અને એક દીકરીનુ મોત નિપજયુ હતુ જોકે બાઈકમાં તેની સાથે બેઠેલી યુવાનની પત્ની અને એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી છે દરમ્યાન રાજકોટ ખાતે  સારવાર દરમ્યાન આ બનાવમાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને આ બનાવમાં એક જ પરિવારના કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે

જાણવા મળતી વિગત પ્રમાણે મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુશવહ (૩૫) તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના બાઈક નંબર જીજે ૩ બીડી ૫૬૨૦ ઉપર વવાણીયા ગામ થી પીપળીયા ચાર રસ્તા તરફ રાત્રિના ૧૧;૩૦ વાગ્યાની અરસામાં આવી રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૫) તેના દિકરા શુભ કલ્પેશભાઇ કુશવાહ (૨) અને દિકરી પરી કલ્પેશભાઈ કુશવાહ (૫)ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મોત નીપજ્યા હતા જો કેબાઈક ઉપર બેઠેલ કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૦) તેમજ તેની દીકરી ખુશી (૩) ને ગંભીર ઇજા થયો હોવાથી તે બંનેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ જીવલેણ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જેથી મૃતકના પરિવારજન અરવીંદભાઇ શરૂભાઇ કુશવાહ જાતે માળી (૨૫) રહે, હાલ વવાણીયા તાલુકો માળીયા મુળ રહે. છીબાવલી નં.૨ તાલુકો લાહાર જીલ્લો ભીંડ મધ્ય પ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને હાલમાં મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ ખુશી કલ્પેશભાઈ કુશવાહ (૩)નું રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજયું છે આમ આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે અને જે મહિલા સારવારમાં છે તે પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે






Latest News