મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલ યુવાનને મોઢામાં ચપ્પલ આપીને મહિલ સહિત ૧૨ લોકોએ પટ્ટા વડે માર માર્યો


SHARE







મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલ યુવાનને મોઢામાં ચપ્પલ આપીને મહિલ સહિત ૧૨ લોકોએ પટ્ટા વડે માર માર્યો

મોરબી રવાપર ચોકડી આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં યુવાનને છૂટો કરી દેવામાં આવ્યા હતો હતો ત્યાર બાદ તેનો પગાર આપવામાં આવ્યો ન હતો જેથી તેને પગાર માટે ફોન કરતાં તેને ઓફિસે બાલાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ૧૨ વ્યક્તિઓ દ્વારા મોઢા ઉપર ફડાકા મારી, કમરે બંધવાના પટ્ટા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદી યુવાનને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ હતો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગઈ કાલે તા.૨૨ ઓક્ટોબરના રોજ ફરિયાદી રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને તા. ૧૮ ઓક્ટોમ્બરના રોજ નિલેષભાઈને નોકરીએ આવવાની ના પાડવામાં આવી હતી અને ઓફિસના કર્મચારીનો મહિનાની દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે.પરંતુ નિલેશભાઈનો પગાર તેના ખાતામાં આવ્યો ન હતો જેથી તેને તા. ૬ નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને પાડોશી સાથે ઓફિસે ગયા હતા ત્યારે આરોપીઓ પૈકીના ડી.ડી. રબારીએ સાથે આવેલ પાડોશીને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પટેલ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News