મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલકની કરી ધરપકડ: બીજા આરોપીઓની શોધખોળ


SHARE







મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પોલીસે હોટલના સંચાલકની કરી ધરપકડ: બીજા આરોપીઓની શોધખોળ

મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરતાં હતા ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ટેન્કરબોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો આ ગુનામાં વાહન ચાલકોને પકડવાના બાકી છે જો કે, હાલમાં પોલીસે હોટલ ભાડે રાખનારા હોટલના સંચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે ગેસની ચોરી કરીને ભરવામાં આવેલ બાટલાબોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળી સહિત કુલ મળીને ૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વાહન છોડીને નાસી ગયેલા આરોપી સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં જે હોટલ પાસે વાહનો ઊભા રાખીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી તે માલાણી હાઇવે હોટલ ભાડે રાખનારા સંચાલક ચુનીલાલ રામલાલ લેગા જાતે જાટ (૨૮) રહે. માળીયા હાઇવે નાગડાવાસ પાટીયા પાસે માલાણી હાઇવે હોટલ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

યુવાનને ઇજા

રાજકોટ નજીક કાલાવાડ ગામે આવેલ ગામ સત્યા સોસાયટી ખાતે રહેતા ભાવિનભાઈ જીવાભાઈ ગરચર (૨૫) નામનો યુવાન મોરબીના રાજપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભાવિનભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News