મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પીપળી નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE







મોરબીમાં પીપળી નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામથી આગળ મનીષ કાંટાની સામેના ભાગમાં ડમ્પર ચાલકે અચાનક મનીષ કાંઠા તરફ ખાલી સાઇડમાં તેનું વાહન વાળી લીધું હતું અને ત્યારે ત્યાંથી પસાર થતાં ડબલ સવારી બાઈકને તેણે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક વ્યક્તિના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હમીરભાઇ ગોવિંદભાઈ મુછડીયા જાતે અનુ. જાતી (૪૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૨ એઝેડ ૭૮૯૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામથી આગળના ભાગમાં મનીષ કાંટા સામેથી ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાલી સાઇડમાં અચાનક જ તેણે પોતાનું ડમ્પર વાળી લીધું હતું ત્યારે ત્યાંથી બાઈક નંબર જીજે ૩ એચએન ૩૮૩૨ લઈને ફરિયાદીના ભાઈ ચંદુભાઈ ગોવિંદભાઈ મુછડીયા જાતે અનુ. જાતી (૪૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં પ્રકાશભાઈ જેસીંગભાઇ સોલંકી (૩૦) પણ બેઠેલા હતા અને દરમિયાન ડમ્પર ચાલાકે તે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈ ચંદુલાલ ગોવિંદભાઈ મુછડીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ઈજાગ્રસ્ત પ્રકાશભાઈ જેસીંગભાઇ સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે






Latest News