મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ૨૨,૬૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના જુના ઘુટુ રોડે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ૨૨,૬૮૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર બેઠા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૨,૬૮૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલ થી જુના ઘૂટું રોડ તરફ જવાના રસ્તા ઉપર આવતા બેઠા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઈ જગજીવનભાઈ કૈલા જાતે પટેલ (૩૫), જીગ્નેશભાઈ જેરામભાઈ મારવાણીયા જાતે પટેલ (૩૦),  ગીરીશભાઈ નાનજીભાઈ ભોરણીયા જાતે પટેલ (૩૫) અને ચંદુભાઈ વલ્લભભાઈ મણવર જાતે પટેલ (૫૩) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૨,૬૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસેના વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ બિહારના યુવાનનું વાહન અકસ્માતમાં મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ બંધુનગર ગામ પાસેના વેરોના સિરામિકમાં રહેતો સંતોષ કેદારભાઈ પાલ (૩૮) નામના બિહારી યુવાનને બંધુનગર ગામ પાસેના વેરોના સિરામિક નજીક રોડ ઉપર વાહન અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેનું મોત નીપજયુ હતું અને તેના બોડીને સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનના મૃતદેહને તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો અને હાલ તેની અંતિમ વિધિ માટે તેના ભાઈ ડેડબોડી લઈને તેના વતન ગયા છે તેવું તપાસ અધિકારી અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News