મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને હળવદના અજીતગઢમાં દુકાનદારની દુકાનમાં કરી તોડફોડ


SHARE







જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને હળવદના અજીતગઢમાં દુકાનદારની દુકાનમાં કરી તોડફોડ

હળવદના અજીતગઢ ગામે રહેતો અને ટીકર ચોકડી પાસે દુકાન ધરાવતો યુવાન દુકાને બેઠો હતો ત્યારે ત્યાં અજીતગઢ ગામે રહેતો એક શખ્સ આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા તે જતો રહ્યો હતો જો કે ત્યારબાદ ફરી પાછો ત્યાં આવ્યો હતો અને તેણે ત્યાં બોલાચાલી કરીને દુકાનમાં નુકસાની કરી હતી અને ત્યાર પછી તે જતો રહ્યો હતો અને ત્યારબાદ યુવાનને ફોન કરીને દુકાને આવું છું જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને ધમકી આપી હતી અને પાછો તે દુકાને આવ્યો હતો અને ત્યાં તેને મારામારી કરી હતી અને ફરી પાછો તે જતો રહ્યો હતો અને ત્યારબાદ તેને દુકાનદાર યુવાનને ફોન ઉપર દુકાને આવ તને અને તારા પરિવારને જોઈ લેવા છે બધા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના અજીતગઢ ગામે રહેતા અને ટીકર ચોકડી પાસે દુકાન ધરાવતા હરેશભાઈ પ્રેમજીભાઈ અગોલા જાતે પટેલ (૩૭)એ હાલમાં જયેશ હરિભાઈ ડાંગર જાતે આહીરની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટીકર ચોકડી પાસે તેની દુકાન આવેલ છે તે દુકાને આરોપી જયેશ ડાંગર આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી અને ત્યારે પૈસા આપવાની ના પડતા તે ત્યાંથી જતો રહ્યો હતો જોકે ત્યારબાદ તે ફરી પાછો ત્યાં આવ્યો હતો અને બોલાચાલી કરી હતી ત્યારે રાજેશભાઈ તેને સમજાવતા આરોપી ઉસકેરાઈ ગયો હતો અને તેની સાથે બોલો માથાકૂટ કરી હતી અને દુકાનમાં પાઇપને તથા કાચમાં બોક્સમાં તોડફોડ કરી નુકસાન કરી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ વેપારી યુવાને ફોન કરીને દુકાને આવું છું જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને ધમકી આપી અને થોડીવાર પછી તે પાછો દુકાને આવ્યો હતો અને ત્યાં જપાજપી કરી હતી અને ત્યારે ભૂદરભાઈને ડાબા હાથના અંગૂઠામાં પાઇપ વડે ઇજા કરી હતી અને રાત્રિના સમયે આ શખ્સે પાછો દુકાનદાર યુવાનને ફોન કર્યો હતો અને દુકાને આવ તને અને તારા પરિવારને જોઈ લેવા છે બધા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News