મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ પટેલ બોર્ડિંગમાંથી પાંચ મોબાઇલ ફોનની ચોરી


SHARE











મોરબીમાં આવેલ પટેલ બોર્ડિંગમાંથી પાંચ મોબાઇલ ફોનની ચોરી

મૂળ વડોદરાનો રહેવાસી યુવાન હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહે છે ત્યાંથી તે યુવાન અને અન્ય યુવાનોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી અજાણ્ય શખ્સે કરી હોવાની તેને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ વડોદરાનો રહેવાસી અને હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહેતો મીત હરેશભાઈ વેકરીયા જાતે પટેલ (૨૧) નામના યુવાને મોબાઇલ ચોરીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પટેલ બોર્ડિંગમાંથી તેનો અને અન્ય યુવાનોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

પરિણીતાને ત્રાસ

મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર પાસે આવેલ બાવરાની વાડીમાં રહેતા પૂજાબેન ઉર્ફે પૂર્વીબેન પ્રકાશભાઈ પરમાર (૨૦) હાલ રહે. બોખાની વાળી નવલખી રોડ શ્રદ્ધાપાર્ક સામે મોરબી વાળાએ તેના પતિ પ્રકાશભાઈ વસંતભાઈ પરમાર, સસરા વસંતભાઈ મોતીભાઈ પરમાર, સાસુ હેમલતાબેન વસંતભાઈ પરમાર, નણંદ સંગીતાબેન જયભાઈ વીડજા ની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ઘર કામ બાબતે નાની નાની બાબતો માટે શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો જેથી કરીને પોલીસે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News