રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં દુષ્કર્મ કેસમાં નવા ઇસનપુર ગામના પૂર્વ ઉપસરપંચને ૧૦ વર્ષની સજા


SHARE











હળવદ તાલુકાનાં દુષ્કર્મ કેસમાં નવા ઇસનપુર ગામના પૂર્વ ઉપસરપંચને ૧૦ વર્ષની સજા

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામમાં ત્યકતા યુવતી સાથે પૂર્વ ઉપસરપંચે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીનો ભાઈ ભાઈ ઘેર આવી જતા મારામારી કરી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ગામના પૂર્વ ઉપસરપંચને ૧૦ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે અને અન્ય ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે તેમજ યુવતીને બે લાખનું વળતર અને આરોપી દંડ ભરે તે રકમ સહિત કુલ ૨.૨૦ લાખ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે

આ કેસની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીના છૂટાછેડા થઈ જતા માવતરે રહેતી હતી ત્યારે ત્યકતા વર્ષ ૨૦૧૬ મા ઘરે એકલી હતી અને તેના માતાપિતા વાડીએ ગયા હોય અને ભાઈ બહારગામ લગ્નમાં ગયો હતો ત્યારે તેની એકલતાનો લાભ લઇને નવા ઇશાનપુર ગામના ઉપ સરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમાર તેના ઘરે આવ્યા હતા અને તે ત્યકતાને શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને આરોપી ચંદુભાઈ જેરામભાઈ પરમાર ઘરે હતા ત્યારે આરોપી ધીરજ પરમાર ઘરના ડેલે ધ્યાન રાખવા માટે ઉભો રહ્યો હતો અને ચંદુભાઈ જેરામભાઈ પરમારે ત્યકતા સાથે દુષ્કર્મ આચર્યું હતું દરમ્યાન આ યુવતીનો ભાઈ ઘેર આવી જતા આરોપી ચંદુભાઈ જેરામભાઈ પરમાર, ધીરજ પોપટભાઈ પરમાર, મહિપત જેરામભાઈ પરમાર અને હસમુખ મોહનભાઈ પરમારે તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને આ અંગેની હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસ મોરબીમાં એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાની, સંજયભાઈ દવે અને નિરજભાઈ કારીયાએ કરેલ દલીલ અને ૧૯ મૌખિક અને ૨૬ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને કોર્ટે આરોપી પૂર્વ ઉપસરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમારને ૨૦ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ યુવતીને બે લાખનું વળતર તેમજ આરોપી દંડની રકમ ભારે તો તે પણ યુવતીને ચૂકવવા હુકમ કર્યો છે અને આ કેસમાં ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે






Latest News