ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા રાજપુત સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન અને રેલી યોજાઇ


SHARE





ટંકારા તાલુકા રાજપુત સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન અને રેલી યોજાઇ

ટંકારા તાલુકા રાજપુત સમાજ, ટંકારા તાલુકા રાજપુત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ યુવા પાંખ ટંકારા દ્વારા ટંકારામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી રાજપૂત ક્ષત્રિય સમાજ ભવનથી શરૂ કરવામાં આવી હતી અને ટંકારા ગામના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને હાઇવે ઉપર થઈને રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી અને આ રેલીમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલી પૂર્ણ થયા બાદ સમાજ ભવન ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો સાફા અને તલવાર સાથે પરંપરાગત પોશાકમાં હાજર રહ્યા હતા તેમજ અશ્વ, બુલેટ, ખુલી જીપ વિગેરે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તેને ટંકારા તાલુકા રાજપુત સમાજના પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, ટંકારા તાલુકા રાજપુત કરણી સેનાના પ્રમુખ વી.કે. ઝાલા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા પાંખના ટંકારાના પ્રમુખ જયદીપસિંહ રૂપસિંહ ઝાલાની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News