ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક સામે ગુનો નોંધાયો


SHARE





ટંકારામાં આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક સામે ગુનો નોંધાયો

ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હતી જેથી કરીને ગેસ્ટ હાઉસના માલિકની સામે પોલીસે જાહેરનામાન ભંગનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં આવેલ ઉદ્યોગના કારણે રોજગારી મેળવવા માટે તથા ખરીદ વેચાણ કરવા માટે થઈને બહારના રાજ્યોમાંથી ઘણા લોકો આવતા હોય છે ત્યારે આસપાસના વિસ્તારમાં આવેલ હોટલોમાં તથા ગેસ્ટ હાઉસમાં રોકાતા હોય છે ત્યારે આ બહારથી આવેલા લોકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે તે માટે થઈને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે, ટંકારાની લતીપર ચોકડી પાસે એચડીએફસી બેન્કની ઉપરના ભાગે આવેલ આદિત્ય વિલા ગેસ્ટ હાઉસના માલિક દ્વારા ત્યાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોવાથી જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગેસ્ટ હાઉસના માલિક અશ્વિનકુમાર કેશવજીભાઈ ચનિયારા જાતે પટેલ (૩૮) રહે. નૂરસિંહ કૃપા મીરાનગર શેરી નંબર-૨ રૈયા રોડ રાજકોટ હાલ રહે આદિત્ય વિલા ગેસ્ટ હાઉસ લતીપર ચોકડી ટંકારા વાળાની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News