ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી ૭ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE





ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી ૭ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી થેલી લઈને પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે શખ્સ પાસેની થેલીમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે તેના હાથમાં રહેલ સફેદ કલરની થેલી ચેક કરી હતી ત્યારે તે થેલીમાંથી સાત બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નીતિનભાઈ ઉર્ફે ગલુ સુખલાલભાઈ રાઠોડ જાતે કડિયા (૪૮) રહે. લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી હાલમાં મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. બાર ચલાવી રહ્યા છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર ઝૂંપડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૬૦ લીટર આથો તથા ૧૫ લિટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે ૪૨૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ માલ અલ્પાબેન શીવાભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. મીતાણા વાલાસણ રોડ ઝૂપડા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છ




Latest News