મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં જેસીબીનું બકેટ માથામાં વાગતા શ્રમિક યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં જેસીબીનું બકેટ માથામાં વાગતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ બ્રોમો સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન જેસીબી એક્સીવેટરના ડ્રાઇવરે યુવાનને હડફેટે લીધો હતો ત્યારે યુવાનને જેસીબીનું બકેટ તે યુવાનને માથાના ભાગે વાગ્યું હતું જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ જેસીબી એક્સીવેટરના ડ્રાઇવર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરના વઘાસીયા નજીક આવેલ બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કશમીબાઈ કૈલાશભાઈ મડીયાભાઇ હીહોર જાતે અનુ.જનજાતી (૨૪) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જેસીબી એક્સીવેટરના ડ્રાઇવર હસમુખભાઈ છન્નાભાઈ ઉડેચા રહે. વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ કૈલાશભાઈ મડીયાભાઇ હીહોર જાતે અનુ.જનજાતી બ્રોમો સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા અને ટ્રક પાસે જતા હતા ત્યારે જેસીબી એક્સીવેટરના ચાલકે બકેટ બેદરકારીથી ફેરવતા ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે રહેતા હિરેન ભરતભાઈ રાઠોડ (૪૬) નામના યુવાનને પીપળી પાસે આવેલ શિવ પાર્ક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રામજી મંદિર વાળી શેરીમાં રહેતી આયુષી અશ્વિનભાઈ અગ્રાવત (૬) નામની બાળકી બાઈકમાં બેસીને મોરબીના એસપી રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થતા આયુષીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News