મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત


SHARE







મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળ રહેતા વૃદ્ધ પોતાના ઘરે જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી તે બેભાન થઈ જતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને મૃતકના દીકરા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળના ભાગમાં રહેતા હરિભાઈ રામાભાઇ ચાવડા જાતે અનુ. જાતિ (૯૦) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા અને ત્યાં જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ અટેકનો હુમલો આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેનો દીકરો નથુભાઈ હરિભાઈ ચાવડા (૫૧) તાત્કાલિક તેને ગાડીમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરતા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી

તરૂણ દવા પી ગયો
મોરબીના રવાપર ગામ પાસે આવેલ હરિ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિરેન દિલીપભાઈ વિશ્વકર્મા (૧૫) નામનો તરુણ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને તરુણને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને સિવિલ હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News