​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સરકારી ખરાબમાં થયેલા દબાણની અરજી કરનારા પેટ્રોલપંપ ધારકને ભાડાકે દેવાની ધમકી !


SHARE









વાંકાનેર નજીક સરકારી ખરાબમાં થયેલા દબાણની અરજી કરનારા પેટ્રોલપંપ ધારકને ભાડાકે દેવાની ધમકી !

વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ જવાના રસ્તે માલધારી હોટલની સામેના ભાગમાં રાજકોટના રહેવાસી યુવાનનો પેટ્રોલ પંપ આવેલ છે તેની બાજુમાં સરકારી ખરાબાની જમીનમાં હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને દબાણ કરવામાં આવ્યું છે જેથી પેટ્રોલ પંપ ધારકે અગાઉ મોરબી કલેકટરમાં ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ બાબતે ફરિયાદ કરી છે જેનો ખાર રાખીને દબાણ કરનાર શખ્સ સહિત ત્રણ શખ્સોએ તેના પેટ્રોલ પંપ પાસે આવીને ફરિયાદીની કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં ફરિયાદીને એક શખ્સે પકડી રાખતા દબાણ કરનારા શખ્સે તેને હાથે અને પગે લાકડી વડે માર માર્યો હતો અને ભાડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં મોટા મોવા મેઇન રોડ ઉપર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કોસ્મો પ્રાઇડ બ્લોક નંબર -૪૦૧ માં રહેતા અમિતભાઈ જયંતીલાલ માકડીયા જાતે પટેલ (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાંબુડીયા અશ્વમેઘ હોટલ વાળા મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસીયા ટોલનાકાથી આગળ વાંકાનેર તરફ માલધારી હોટલની સામે તેનો પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં સર્વિસ રોડથી આગળના ભાગમાં સરકારી ખરાબાની જમીન આવેલ છે ત્યાં મનદીપસિંહ ઝાલાએ હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને જમીન ઉપર દબાણ કર્યું છે જે બાબતે તેઓએ અગાઉ મોરબી જિલ્લા કલેકટરમાં અરજી ફરિયાદ કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ફરિયાદ કરેલ છે જે બાબતનો ખાર રાખીને મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે બે શખ્સો વેગનાર કારમાં ત્યાં આવ્યા હતા અને ત્યારે કુંડલી વાળી લાકડી વડે ફરિયાદીની ટોયટા ગ્લાન્ઝા કાર નંબર જીજે ૩૬ એલ ૫૩૪૩ માં આગળના કાચમાં લાકડી મારીને નુકસાન કર્યું હતું અને ત્યારબાદ મનદીપસિંહ ઝાલા સાથે આવેલા બે પૈકીનાં એક શખ્સે તેને પકડી રાખતા આરોપી મનદીપસિંહ ઝાલાએ ફરિયાદીને લાકડી વડે બંને હાથ અને પગમાં માર માર્યો હતો તેમજ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ભડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપીને માર મારેલ છે જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે




Latest News