​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

ટંકારામા પાણીના ટાંકા પાસે કપડાં ધોતા મહિલાની સાથે બોલાચાલી કરીને વાળ પકડીને માર માર્યો


SHARE









ટંકારામા પાણીના ટાંકા પાસે કપડાં ધોતા મહિલાની સાથે બોલાચાલી કરીને વાળ પકડીને માર માર્યો

ટંકારામાં જબલપુર રોડે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ પાણીના ટાંકા પાસે મહિલા કપડાં ધોઇ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા શખ્સે પાણીનો બગાડ ન કરો તેવું કહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે પાણીનો બગાડ નથી કરતી કપડાં ધોવું છું જે બાબતનો ખાર રાખીને દંપતીએ મહિલાની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ મળીને ઢીકાપાટુનો તેમજ વાળ પકડીને માર માર્યો હતો અને તલવાર લઈને મહિલા મારવા માટે આવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રણજીતાબેન સંજયભાઈ સવસાણી જાતે પટેલ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ચંદારાણા તથા તેના પત્ની ડોલીબેન મુકેશભાઈ ચંદારાણાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, સોસાયટીમાં તેના ઘર પાસે આવેલ પાણીના ટાંકા નજીક તેઓ કપડા ધોતા હતા ત્યારે મુકેશભાઈ ચંદારાણા ત્યાંથી નીકળ્યા હોય પાણી ઓછું બગાડો તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે “હું પાણી બગાડતી નથી કપડાં ધોવ છું” જેથી તેને મુકેશભાઇ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા ત્યારબાદ તેના પત્નીએ ત્યાં આવીને ગાળો આપીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાળ પકડીને જમીન ઉપર પછાડી દીધી હતી અને મુઢ ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદી મહિલાના પતિ સંજયભાઈ તથા ખોડુભાઈ તેઓના ઘરે તેને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે ડોલીબેન ચંદારાણા તલવાર લઈને ઘરમાંથી બહાર આવ્યા હતા અને ત્યારે ખોડુભાઈએ તેની પાસેથી તલવાર છીનવી લીધી હતી. જેથી ડોલીબેને ફરિયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે




Latest News