મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા પાસે આવેલ શાકભાજીની વખારમાંથી ૮૩ બોટલ દારૂ પકડાયો, બુટલેગરની શોધખોળ શરૂ


SHARE







મોરબીના નગર દરવાજા પાસે આવેલ શાકભાજીની વખારમાંથી ૮૩ બોટલ દારૂ પકડાયો, બુટલેગરની શોધખોળ શરૂ

મોરબી એ ડિવિઝના પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના નગર દરવાજા ચોકથી ગ્રીનચોક વચ્ચે આવેલ દરિયાલાલ શેરીની સામે આવેલ શેરીમાં શાકભાજીની વખારમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૮૩ બોટલ દારૂ મળી આવી હતી.હાલમાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈને શાકભાજીના ધંધાની આડમાં દારૂનો વેપલો કરતા ઇસમની સામે ગુનો નોંધીને તેને પકડવા તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નગર દરવાજાથી ગ્રીન ચોક વચ્ચે આવેલ દરિયાપીરની સામેની શેરીમાં શાકભાજી રાખવાની વખાર (ગોડાઉન) આવેલ છે અને તેમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરતા વખારમાંથી જુદીજુદી બે બ્રાન્ડની કુલ મળીને ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હોય રૂપિયા ૩૪,૮૦૦ ની કિંમતના દારૂને કબ્જે લેવામાં આવ્યો હતો અને તેમાં ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે.પંચાસર રોડ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે શાકભાજીના કેરેટની સાથે સાથે દારૂને કેરેટમાં રાખવામાં આવ્યો હતો.તે શંકાસ્પદ હોય તેની વોચ રાખવામાં આવી હતી દરમિયાનમાં મળેલ બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવતા શાકભાજીના ધંધાની આડમાં દારૂનો વેપલો થતો હોવાનું સામે આવ્યું હતું. હાલ ઝુબેર ઘાંચીની પોલીસે શોધખોળ શરૂ કરેલ છે.

ત્રણ જુગારી પકડાયા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ કાનજીભાઈ કોળી (૩૦) રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ, રમેશભાઇ અજાભાઈ મઢવી (૬૨) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી અને અમિત હસમુખભાઈ મુછડીયા (૨૫) રહે. ઇન્દિરા નગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૪૫૦ ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને મારમાર્યો
મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામના ઝાપા પાસે આવેલ ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા બાબુબેન વાલજીભાઈ પડાયા (૫૦) નામના આધેડ મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચોરીની શંકાએ મહિલાને માર માર્યો છે

ઝેરી અસર
મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા અમુભાઈ આહિરવાલ (૪૦) નામનો યુવાન ખેતરમાં દવા છાંટતો હતો ત્યારે તેને ઝેરી અસર થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News