મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ટંકારાના ઓટાળા ખાતે ક્રેડીટ કેમ્પ યોજાયો


SHARE





હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ટંકારાના ઓટાળા ખાતે ક્રેડીટ કેમ્પ યોજાયો

આર્ટીઝન કાર્ડ ધરાવતા કારીગરો માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા હસ્તકલા સેતુ યોજના પ્રોજેક્ટ અંતર્ગત ક્રેડિટ કેમ્પ (લોન મેળા) નું આયોજન ઓગસ્ટ ૨૦૨૩ મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાના ઓટાળા ગામ ખાતે કરાયું હતું. જેમાં ઓટાળા ગામના ૩૦ આર્ટીઝન હાજર રહ્યા હતા. આ કેમ્પમાં કુટીર અને ગ્રામઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. શ્રી વાજપાઇ બેંકેબલ યોજના, દતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામ ઉદ્યોગ યોજના જેવી સ્વરોજગારીની યોજનાકીય માહિતી તથા કુટીર ઉદ્યોગના કારીગરો ને વિવિધ યોજનાકીય માર્ગદર્શન સબસિડી વિશેના લાભોની માહિતી નિ:શુલ્ક આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હસ્તકલા સેતુ યોજના તરફથી ચંદ્રેશ રાઠોડ, જયકુમાર જોષી હાજર રહ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી સિનિયર ક્લાર્ક નિલેશ રાઠોડ અને પ્રિયા બેન હાજર રહ્યા હતાં. ત્યારે સરકારની વિવિધ યોજનાનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હાજર રહેલ તમામ આર્ટીઝનોના લોગીન આઈડી બનાવી આપવામાં આવ્યા હતા. અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.




Latest News