મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની બે રેડ: બે મહિલા સહિત ૬ જુગારી પકડાયા, ૩ ફરાર


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની બે રેડ: બે મહિલા સહિત ૬ જુગારી પકડાયા, ૩ ફરાર

મોરબીના વીસીપરા ખાડા વિસ્તાર અને વાંકાનેર તાલુકાના તીથવા ગામે જુગારની બે રેડ કરવામાં આવી હતી જેમાં બે મહિલા સહિત કુલ મળીને છ જુગારી પકડાયેલ છે જો કે, ત્રણ આરોપી નાસી ગયા હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે નદીના કાંઠે બાવળના ઝાડ વચ્ચે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી હાલમાં અરવિંદભાઈ ઉર્ફે મુન્નો ધનજીભાઈ વાઘેલા (૪૩), મહેશભાઈ હરખજીભાઈ બારૈયા (૩૨), મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા (૪૫) રહે. ત્રણેય તીથવા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૩૯૦ ની રોકડ કબજે કરેલ છે જો કે, પોલીસને જોઈને નાસી ગયેલા જુગારીઓમાં ટીનુંભાઈ ધરમશીભાઈ વાઘેલા, ભાવેશભાઈ ઉકાભાઇ વાઘેલા અને અનિલભાઈ બાબુભાઈ વાઘેલા રહે. ત્રણેય તીથવા વાળાનું નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે છ શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને નાસી છૂટેલા ત્રણ જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન ખાડા વિસ્તારમાં આવેલ દરગાહની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કિશનભાઇ ધીરુભાઈ સોલંકી (૨૨), કમુબેન બટુકભાઈ સોલંકી (૫૬) અને મંજુબેન રમેશભાઈ સોલંકી (૪૫) રહે. બધા જ વીસીપરા ખાડા વિસ્તાર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૮૫૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News