મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડે કંપનીમાં મારામારી: એક મહિલા સહિત પાંચને ઇજા


SHARE







મોરબીના ભડીયાદ રોડે કંપનીમાં મારામારી: એક મહિલા સહિત પાંચને ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગોલ્ડન યલો કંપનીમાં મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે ત્યાં કારખાનામાં જ રહેતા અને મજૂરી કામ કરતા એક જ પરિવારના એક મહિલા સહિતને પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગોલ્ડન યલો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૨૪), સંજયભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૫)મ સુરેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૮), ઉમેશભાઈ બુટાભાઈ શ્રીવાસ્તવ (૩૩) અને રનુબેન બુટાભાઈ શ્રીવાસ્તવ (૬૦)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે યુનિટની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે જો કે, કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

મોબાઈલ ચોરી

હળવદ તાલુકાના ટીકર ખાતે રહેતા અને ખેતી કામ કરતા યોગેશભાઈ અમૃતભાઈ ચૌહાણ જાતે દલવાડી (૩૦) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટીકર ગામે જાપા પાસે આવેલ ચાની હોટલ નજીક હતા ત્યારે તેનો ઓપો કંપનીનો એ-૭૭ મોડલનો મોબાઇલ કે જેની કિંમત ૫૦૦૦ રૂપિયા છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News