ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીમાં માવા માટે મામા-ભાણેજ વચ્ચે બઘડાટી


SHARE





મોરબીમાં માવા માટે મામા-ભાણેજ વચ્ચે બઘડાટી

માવા મસાલા માટે અવારનવાર માથાકૂટો થતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબીમાં પણ મામા ભાણેજ વચ્ચે માવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંનેને ઇજા થયેલ હોવાથી બે યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ડેલા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સંજયભાઈ અમરશીભાઈ ગડેલીયા (૩૧) રહે. વીસીપરા અને મેહુલભાઈ હરેશભાઈ ઘાટલિયા (૨૫) રહે. વીસીપરા રાજ બેકરી પાસે વાળાને ઇજાઓ થઇ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંજય અને મેહુલ બંને સંબંધમાં મામા ભાણેજ થાય છે અને માવો ખાવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બનાવ મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં બંનેને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિજય માધાભાઈ સીતાપરા જાતે કોળી (૨૨) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News