મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ


SHARE





મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

ટંકારમાં પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પડી હતી જેથી કરીને બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી પાંચ શખ્સોની એસએમે ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ કરેલ છે

થોડા સમય પહેલા ટંકારા મુકામે આરોપી પ્રિન્સ અધારાએ મરણ જનાર સવજીભાઇ કકાસણીયા પાસે પૈસાની માંગણી કરતા મરણ જનારે પૈસા આપવાની આનાકાની કરતા આરોપી પ્રિન્સ અધારાએ માથાના ભાગે બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી મરણ જનાર સવજીભાઈના દીકરા અરવીંદ કકાસણીયાએ ટંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રિન્સ અધારા, હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દ્ર પાવરા, મનીષ સોનાસીંગ યાદવની ધરપકડ કરી હતી અને તેની મોરબી ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી આ કામે આરોપી પ્રિન્સ અધારા અને સહ આરોપી મનીષ યાદવ વતી વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી. અંબાણી રોકાયેલ હતા અને આ કામના અન્ય સહ આરોપી હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દે પાવરા વતી વકીલ જે.એ. ઓઝા, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા. આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલ ધારદાર અને કાયદાકીય રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આરોપીને તા.૯-૮-૨૦૨૩ ના રોજ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટીયા, જે.એ. ઓઝા, ગીરીશ બી. અંબાણી, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા




Latest News