મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો


SHARE







મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો

મોરબીમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે

વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં લાતીપ્લોટમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતાં વેપારી રસિકભાઈ શામજીભાઈ મારૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના દીકરા જયકુમાર રસિકભાઈ મારૂએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ રહે. હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાએ કરેલ ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે






Latest News