મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધા યોજાઇ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં ૪૦ વર્ષ કે પછી તેનાથી વધારે ઉમરના પુરુષો અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને ૩૦ સ્પર્ધકો દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં મનહરભાઈ શુદ્રા, ગીરીશભાઈ દલસાણીયા, સુનિલભાઈ પટેલ, કેતનભાઇ મહેતા, છગનભાઈ પટેલ વિજેતા બન્યા હતા અને ફીમેલમાં જયશ્રીબેન ચૌધરી, ફાલ્ગુનીબેન જોશી, ડો. ભાવનાબેન જાની, કલ્પનાબેન પટેલ વિજેતા  બનેલ છે આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું તે રીતે ઇનામ આપવામાં આવ્યા હતા અને સર્વે ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓને "ટોકન ઓફ લવ"ની ટ્રોફી આપવામાં આવેલ હતી. આ સ્પર્ધાના નિર્ણાયક ડો.નિરવભાઈ રાવલ અને ભાર્ગવભાઈ દવેએ ખૂબ જ સકારાત્મક રીતે પરિણામ જાહેર કરી આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તે ઉપરાંત આ પ્રોગ્રામ કરવા માટે સ્વરાંગન સ્ટુડિયોના માલિક હંસરાજભાઇ ગામીએ પોતાની જગ્યા નિ:શુલ્ક આપી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સાઉન્ડની વ્યવસ્થા અતુલભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી






Latest News