મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને બદનામ કરવા ન કરવાનું કર્યું


SHARE











મોરબી જીલ્લામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને બદનામ કરવા ન કરવાનું કર્યું

એક તરફી પ્રેમમાં ઘણી વખત ચોકાવનારી ઘટનાઓ  સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જીલ્લામાં સામે આવી છે જેમાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના નામથી ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવીને તેમાં બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા અને તે આઇડીમાં ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઇલમાં રાખવામા આવ્યો હતો જેથી સોશિયલ મીડિયા દ્વારા યુવતીને હેરાન પરેશાન કરવામાં આવી હોવાથી તેને એક શખ્સની સામે નામ જોગ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે લોકોની હેરાનગતિ થતી હોય અથવા તો તેને બદનામ કરવામાં આવતા હોય તેવા ઘણા બનાવો સામે આવતા હોય છે તેમજ એક તરફી પ્રેમમાં જે હોય છે તેના દ્વારા સામે વાળી વ્યક્તિને હેરાન કરવા કે પછી બદનામ કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ તે મામલા પોલીસ ફરિયાદ સુધી પહોંચતા હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં બનેલ છે જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી એક યુવતીના નામથી ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવવામાં આવ્યું છે અને તે યુવતીની બદનામી થાય તે રીતે મેસેજ તે ઇન્સ્ટગ્રામના આઈડી મારફતે કરવામાં આવી રહ્યા છે તથા તે આઇડીમાં ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઇલમાં રાખી સોશિયલ મીડિયા દ્વારા તેની હેરાન પરેશાન કરવામાં આવી રહી છે જેથી હાલમાં ભોગ બનેલ યુવતી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૫૪ (ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી)૬૭૬૭(એ) મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા મહેશ રણછોડભાઈ કોળી સામે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News