મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પામાં કૂટણખાનું સંચાલક સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં સ્પામાં કૂટણખાનું સંચાલક સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબી-માળિયાએનએ ધારાસભ્ય દ્વારા શહેરની આસપાસમાં 90 જેટલા સ્પા છે અને તેમાં ગોખધંધા ચાલે છે તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પોલીસે દોડતી થયેલ છે અને હાલમાં મોરબીના લખધીરપુર ચોકડી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ટોકીયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી સ્પા ચલાવતા મુખ્ય ઇસમ સહિત કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી અને જે આરોપીને પકડવામાં આવ્યા હતા તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામા આવેલ છે

મોરબીમા ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે આવી હિન્ન પ્રવૃત્તિ મોરબીની આસપાસમાં આવેલ સ્પામાં ચાલુ હોવાની સ્ફોટક માહિતી સાથેનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એક વિડીયો વાઇરલ થયો હતો ત્યાર બાદ સ્પાના નામે ચાલતા કુટણખાના પકડવા માટે પોલીસે મોરબીની લખધીરપૂર ચોકડી પાસે આવેલ ટોકિયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી જ્યાં સ્પા ચલાવતો વિપુલ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૯) હાલ રહે.યમુનાનગર શેરી નંબર-૩ નવલખી રોડ મોરબી મૂળ રહે. મૂળ ઉત્તરપ્રદેશ વાળો તેમજ સાગર મનસુખ સારલા જાતે કોળી (૨૨) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી તેમજ જીવણ બચુ ચાવડા જાતે કોળી (૩૨) રહે. લાલપર રબારીવાસ વાળો મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી હતી

અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્યના વિડીયો પછી પોલીસ દોડતી થયેલ છે અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની માહિતી સામે આવેલ છે હાલમાં જે ત્રણ આરોપી પાકડેલ છે તેમાં સ્પાના સંચાલક દ્વારા બાકીના બે શખ્સોને ગ્રાહક સોધવા માટે કામે રાખ્યા હતા તેવી માહિતી પોલીસે પાસેથી સામે આવેલ છે અને બહારથી આવતા ગ્રાહકોને મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવળતાઓ પૂરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હતું જેથી કરીને પોલીસે રોકડા ૧૦,૬૫૦ તથા ચાર મોબાઇલ કિંમત રૂપિયા ૫૫૦૦ અને આઠ કોન્ડમ એમ કુલ મળીને રૂપિયા ૧૬,૧૫૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને આવી જ રીતે જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્પામાં પણ તપાસ કરવામાં આવશે તેવું એસપીએ જણાવ્યુ છે 






Latest News