મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી


SHARE







મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવસપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવસપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૧  ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસસમય ૪.૦૦ થી ૫.૦૦ કલાકે  અરૂણોદય સોસાયટી વાંકાનેર, તા. ૨ ઓગસ્ટના રોજ બેટી બચાઓ બેટી પઢાઓસમય ૧૧.૩૦ થી ૧.૦૦ કલાકે એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ વીસી ફાટક મોરબી, તા.૩ ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસસમય ૩.૩૦ થી ૫.૩૦ કલાકે જુના આર્યસમાજ ટંકારા, તા. ૪ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ” , તા.૫ ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસસમય ૩.૦૦ થી ૪.૦૦ કલાકે સીમ્પોલો સિરામિક મોરબી , તા.૬ ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસસમય ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાકે નવયુગ કોલેજ વીરપર, તા. ૭ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ”  કલેકટર કચેરી મોરબી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

આ તમામ દિવસોની ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, જિલ્લા ઉદ્યોગ વિભાગ, જિલ્લા રોજગાર અને તાલીમ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ સહીતના જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી થશે. આ ઉજવણીમાં મોરબી જિલ્લાની મહિલાઓ તથા યુવતીઓને ઉત્સાહભેર અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News