મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી પાસે મધુબન ગ્રીન્સમાં ચોરીના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા


SHARE





ટંકારાની લજાઈ ચોકડી પાસે મધુબન ગ્રીન્સમાં ચોરીના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા

ટંકારા તાલુકાના લજાઈ ગામની પાસે આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં હાલ વ્યારાના અને મોરબીના પુર્વ જજના બંગલાને તસ્કરોએ એક વર્ષમાં સતત ત્રીજી વખત નિશાન બનાવ્યું હતું અને મેઇન દરવાજાના નકુજા અને તાળા તોડીને ઘરનો સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો અને મકાનમાં નુકસાન કર્યું હતું અને ચોરી કરવાના ઇરાદે તેના ઘરની અંદર ઘુસ્યા હતા તેમજ આ સોસાયટીમાં અન્ય બે બંગલામાં ચોરી થયેલ હતી જે અંગેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સામે રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી 

જાણવા મળતી વિગત મુજબ મોરબીના પૂર્વ જજ અને હાલ વ્યારાના જજ તૃપ્તિબેન ધીરજલાલ પડીયાનું મધુબન ગ્રીન્સ સોસાયટીમાં બ્લોક નંબર સી ૬ બંગલો આવેલ છે જે મકાનના મેઇન દરવાજાના નકુચા તોડીને અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવાના ઇરાદે તેઓના ઘરમાં ઘૂસીને ઘરવખરીમાં નુકસાની કરવામાં આવી હતી જેથી કરીને ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને હાલમાં મધુબન ગ્રીન સોસાયટીમાં રહીને ત્યાં મેનેજર તરીકે કામ કરતા કાંતિલાલ અવચરભાઈ ચીકાણી પટેલ (ઉંમર વર્ષ ૬૫) એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી અને હાલમાં એલસીબીની ટીમે પણ વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં કબજામાં લીધા હતા જેમાંથી બે માઇનોર હોવાનું સામે આવ્યું છે અને તેની પૂછપરછ દરમ્યાન મધુબન ગ્રીન્સ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરવાના ગુનામાં શંકર નાનકા અલાવા (૪૦), કાલુ માંગીલાલ અલાવા (૨૦) અને અનિલ બાયર્સીંગ અલાવા (૨૦) રહે. ત્રણેય ભગોલી, જિલ્લો ધાર (મધ્યપ્રદેશ) વાળાની ટંકારા પોલીસે અને એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે આ શખ્સો દ્વારા સોસાયટી તથા એકલ-દોકલ બંધ રહેણાંક મકાનની રેકી કરી લોખંડના સળીયા દરવાજાના તાળા નકુચા તોડી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળા છે અને અગાઉ પણ આ શખ્સો દ્વારા આ બંગલામાં ચોરી કરી હોવાની કબૂલાત આપેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.હોલ, પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એમ.જે.ધાધલ, એ.ડી. જાડેજા તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા ટંકારાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે




Latest News