વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા કૌટુંબિક ભાઇ સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના સાદુળકા ગામે “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા કૌટુંબિક ભાઇ સામે નોંધાયો ગુનો

મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા યુવાને તેના કૌટુંબિક ભાઇએ થોડા દિવસો પહેલાં “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને માથામાં કુહાડીનો ઘા માર્યો હતો જેથી કોઇને ઇજા થતા યુવાનને પ્રથમ મોરબી સિવિલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઇજા પામેલા યુવાને તેના કૌટુંબિક ભાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ખારચિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા શિવલાલભાઈ દિનેશભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) ને તેના કૌટુંબિક ભાઇ પ્રભુભાઈ બાબુભાઈએ થોડા દિવસો પેહલા માથામાં કુહાડીનો ઘા ઝીકયો હતો જેથી શિવલાલભાઈને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતો અને આ બનાવ હાલમાં શિવલાલભાઈએ મોરબી તાલુક પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા નામના તેના કૌટુંબિક ભાઈએ “મારી સામે ડોળા કેમ કાઢે છે” તેમ કહીને માથામાં કુહાડી મરેલ હતી જેથી પોલીસે બનાવની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News