મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઇક આડે ભુંડ ઉતરતા અકસ્માત: ઇજા પામેલા વૃધ્ધ સારવારમાં


SHARE







મોરબીના પંચાસર રોડે બાઇક આડે ભુંડ ઉતરતા અકસ્માત: ઇજા પામેલા વૃધ્ધ સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઇક આડે ભુંડ ઉતરતા તેની સાથે બાઈક અથળાયુ હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા મોરભાઈ ડાયાભાઈ ચાવડા (૬૧) નામના વૃદ્ધ મોરબીના પંચાસર રોડ ઉપર હનુમાન મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની અચાનક ભૂંડ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી બાઈક લઈને નિતીનભારતી મનુભારતી ગોસ્વામી (૫૩) રહે રણછોડ નગર નવલખી રોડ મોરબી વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં આધેડને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંનેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બનાવમાં આવેલ પુલની નીચેના ભાગેથી ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા મોહનભાઈ રાઘવજીભાઈ કાઠીયા (૬૩) નામના વૃદ્ધ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં ઇજા પામેલા વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની હતી  






Latest News