જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની સોની બજારમાં સેન્ટીંગનું કામ કરતા યુવાનને શોર્ટ લાગતા સારવારમાં


SHARE











મોરબીની સોની બજારમાં સેન્ટીંગનું કામ કરતા યુવાનને શોર્ટ લાગતા સારવારમાં

મોરબીમાં નગર દરવાજાની અંદરના ભાગમાં આવેલ સોની બજાર પાસે સેન્ટીંગનું કામ ચાલુ હતુ ત્યારે કામ કરતા યુવાનને કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રફીક હુસેનભાઇ પિંજારા (૩૫) નામનો યુવાન મોરબીમાં નગર દરવાજાની અંદરના ભાગમાં આવેલ સોની બજાર પાસે સેન્ટીંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને રફીક પિંજરને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.કે. વાળા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો
મૂળ પંજાબના પઠાણકોટના રહેવાસી કુલવંતસિંગ પ્રેમસિંગ સરદારજી (૨૪) નામનો યુવાન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક પાસે હતો ત્યારે ત્યાં તેને સાપ કરજી જતા તેન઼ યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારમાર્યો
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ મંગાભાઈ પટેલિયા (૩૨) નામના યુવાનને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે  






Latest News