મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોડીયાર પરા નજીક જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા: બે બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીના ખોડીયાર પરા નજીક જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા: બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કોસ્મો સિરામિક સામે ખોડીયાર પરા તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૫૧૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કોસ્મો સિરામિક સામે ખોડિયાર પરા તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસની ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા (૨૦), અનિલભાઈ અજયભાઈ મંદરીયા (૧૯), ઘનશ્યામભાઈ ભગાભાઈ હળવદિયા (૩૦) અને સાગરભાઇ રમેશભાઈ હળવદિયા (૩૫) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બે બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૪૦ ની દારૂની બે બોટલો સાથે ભગીરથસિંહ સુરૂભા ઝાલા જાતે દરબાર (૩૨) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News