મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ: વીસેરા લેવાયા


SHARE







ટંકારાના હડમતીયા પાસેથી મળે મહિલાની લાશમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ: વીસેરા લેવાયા

ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોકળા પાસે કોથળામાંથી મહિલાની લાશ મળી આવી હતી જેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જોકે ફોરેન્સિક રિપોર્ટમાં મરણનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હોવાથી મૃતક મહિલાના મરણના ચોક્કસ કારણને જાણવા માટે વિસેરા લેવામાં આવેલ છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ વાલજીભાઈ બોડા જાતે પટેલ રહે. મોરબી વાળાના ખેતરના સેઢા પાસે વોકડામાં કોથળાની અંદરથી મહિલાની લાશ મળી આવી હતી જેથી આ બનાવની દલસુખભાઈ બોડાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ સહિતનો કાફલો ત્યાં આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી મહિલાની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે લઈ ગયા હતા જોકે ફોરેન્સિક પીએમમાં મરણ જનાર મહિલાના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેના શરીર ઉપર કોઈ બાહ્ય ઇજાના નિશાન જોવા મળતા નથી જેથી મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે જેના આધારે આગળની તપાસ ચાલી રહી છે અને બીજી બાજુ મૃતક મહિલાની ઓળખ હજી સુધી થઈ ન હોવાથી ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાધલ અને તેની ટીમ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ કરવામાં આવી રહી છે

વાંકાનેર જુગાર

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ શાંતિનગર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી મયુરભાઈ હેમંતભાઈ મકવાણા (૨૬), અકબરભાઈ આમદભાઈ જીંગીયા (૨૮) અને મયુરભાઈ હેમંતભાઈ સોલંકી (૩૧) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧,૨૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News