મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક કે બે નહીં ૧૫ આવેદનપત્ર આપવા છતાં કે.ટી. મીલના કામદારોને ન્યાયની ઝંખના !


SHARE











મોરબી જીલ્લામાં એક કે બે નહીં ૧૫ આવેદનપત્ર આપવા છતાં કે.ટી. મીલના કામદારોને ન્યાયની ઝંખના !

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ કે.ટી. મિલના કામદારોના કવાર્ટર જે જગ્યા ઉપર હતા તે જગ્યાના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાની એક બે નહીં પરંતુ ૧૫ આવેદનપત્ર પાઠવીને સ્થાનિક અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કે.ટી. મિલના કામદારોને આજ દિવસ સુધી ન્યાય મળેલ નથી !? ત્યારે વધુ એક વખત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જે ખોટા દસ્તાવેજો થયેલા છે તે રદ કરવામાં આવે અને કે.ટી. મિલના કામદારોને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા અને કે.ટી. મિલના કામદાર વતી છેલ્લા છ વર્ષથી લડત ચલાવી રહેલા ઝાલા બાબુભા નવુભાએ હાલમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચરાડવા ગામ પાસે અગાઉ કે.ટી. મિલ આવેલી હતી અને તે મિલના કામદારોને રહેવા માટે થઈને ચરાડવા ગામના સર્વે નંબર ૧૭૯૭ તથા સર્વે નંબર ૨૧૦૫ ઉપર કવાર્ટર બનાવવામાં આવ્યા હતા ત્યાં કે.ટી. મિલમાં કામ કરતાં કામદારો તેના પરિવાર સાથે રહેતા હતા જોકે આ જમીન માલિકીની હોવા છતાં પણ હળવદના  મામલતદાર, ચરાડવાના તલાટી મંત્રી તથા અન્ય ઉપરી અધિકારીઓના આશીર્વાદના કારણે ખોટા દસ્તાવેજ બનાવી નાખવામાં આવ્યા છે અને કે.ટી. મિલના કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે

જે બાબતે અત્યાર સુધીમાં એક કે બે નહીં પરંતુ ૧૫ વખત જુદી જુદી જગ્યાએ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે અને સ્થાનિક અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવેલ છે જેમાં મામલતદાર, તલાટી મંત્રી, પોલીસ અધિકારીઓ સહિતનાઓની સામે નામ જોગ ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી અને ખોટા દસ્તાવેજ બનાવી નાખનારના નામ જોગ રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આટલું જ નહીં પરંતુ સામેવાળા પાસે દસ્તાવેજ હોવા છતાં પણ લેન્ડ ગ્રેબિંગની અરજી તે લોકોએ કરી હતી તેને નામંજૂર કરવામાં આવી છે

વર્ષ ૨૦૧૭ થી અત્યાર સુધીમાં રાજ્યના નાયબ સચિવ મહેસુલ વિભાગ, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા કલેકટર, હળવદ મામલતદાર, મોરબી નાયબ પોલીસ અધિક્ષક સહિતનાઓને જમીનના જરૂરી તમામ આધાર પુરાવો સાથે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ખોટા દસ્તાવેજ બનાવનારાઓની સામે સ્થાનિક અધિકારીઓથી લઈને ઉચ્ચ કક્ષા સુધી કોઈએ કોઈ પગલાં લીધા નથી જેથી કરીને તમામની મીલી ભગત હોવાનો આક્ષેપ કરેલ છે

આ કેસમાં ન્યાય મેળવવા માટે થઈને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવેલ છે અને તેમ છતાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હળવદના મામલતદાર, ચરાડવાના તલાટી મંત્રી કે હળવદ પોલીસ સામે નામ જોગ જે તે સમયે ફરિયાદ અને રાજુયાતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તેની સામે કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી ! અને પુરાવાઓ હાથમાં હોવા છતાં પણ શા માટે થઈને કે.ટી. મિલના કામદારોને ન્યાય આપવામાં આવતો નથી ? તેવા સવાલ સાથે વધુ એક વખત મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને કે.ટી. મિલના કામદારોને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે જોકે હવે ન્યાય મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News