NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા નજીકથી કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી: હત્યાની આશંકા, તપાસનો ધમધમાટ


SHARE









ટંકારાના હડમતીયા નજીકથી કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી: હત્યાની આશંકા, તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાના હડમતીયાથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ ગઇકાલે મળી આવી હતી જેથી કરીને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મૃતક મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે

બનાવની મળતી વિગત મુજબ અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની મહિલાની ટંકારા તાલુકાનાં હડમતીયાથી કોઠારીયા તરફ જવાના રસ્તા ઉપર આવતા વોકળા પાસેથી કોથળામાંથી લાશ મળી હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી પીએસઆઈ એમ.જે. ધાંધલ તેમજ બીટ જમાદાર સિદ્દીકી સાહિદભાઈ, બિપીનભાઈ સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાની લાશને ટંકારા સરકારી હોસ્પિટલે લઈને ગયા હતા ત્યાર બાદ આજે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તેને સળગાવી દેવાની પણ કોશિશ કરી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જો કે, મહિલાની ઓળખ મેળવવા માટેની હાલમાં ટંકારા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું ચોકકસ કારણ સામે આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે




Latest News