મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક બે બાઇક સામસામે અથડાયા: ઇજાગ્રસ્ત ત્રણ યુવાન સારવારમાં


SHARE











મોરબીના રંગપર નજીક બે બાઇક સામસામે અથડાયા: ઇજાગ્રસ્ત ત્રણ યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે સામસામે બે બાઈક અથડાયા હતા ત્યારે બંને બાઈક ઉપર જઈ રહેલા કુલ મળીને ત્રણ યુવાનોને ઇજા હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેય યુવાનોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર ઉપર રંગપર ગામ પાસે આવેલ વેલકમ ટાઇલ્સ સામે રસ્તા ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા ત્યારે સંતોષ કાંતિલાલ ભાગોલ (૨૫) અને દિલીપ માનસિંગ પતેલીયા (૨૬) રહે. બંને રેક્સ સીરામીક લેબર કવાર્ટર અને યોગેશ ફુલસિંગ મેવાડા (૨૬) રહે. શિવ પાર્ક પીપળી ગામ પાસે વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં આ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા ચંદુભાઈ હરખાભાઈ ઉપસરિયા (૫૩) પોતાના ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી ચંદુભાઈને તેનો દીકરો જયદીપ તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે






Latest News