મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

જે હાથ લાગે તે ઉપાડો કોણ રોકશે..? : ટંકારાના ગજડી ગામે સરકારી શાળામાં ચોરી


SHARE





જે હાથ લાગે તે ઉપાડો કોણ રોકશે..? : ટંકારાના ગજડી ગામે સરકારી શાળામાં ચોરી

શાળાનો સામાન તોડ ફોડ કરી કોમ્પ્યુટરના બે સીપીયુ તથા કાગળ પણ ચોરી ગયા..!

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં છેવાળાના ગજડી ગામે સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને જે હાથ લાગે તે ઉપાડીને ભાગી છુટ્ટયા હોવાનું જાણવા મળેલ છે.હાલ શાળાનો તમામ માલ સામાન વેર વિખર કરીને કોમ્પ્યુટરના બે સીપીયુ કાગળ સહિત રૂા.૩૦ હજારની મતાની ચોરી કરવામાં આવેલ છે તથા શાળાની વસ્તુમાં તોડફોડ તરીને રૂા.૧૫ હજાર જેવી રકમની નુકસાની કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરેલ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે સરકારી શાળાના આચાર્ય મઠિયા શૈલેષભાઈ ભીખુભાઈ રહે.તુલસીપાર્ક સોસાયટી મોરબીનાએ ટંકારા પોલીસને લેખિત અરજી કરતા જણાવ્યું હતું કે, આજ રોજ તા.૧૭ ને સોમવારે સવારે શાળાએ આવતા માલુમ પડયું હતુ કે શાળાના રૂમના દરવાજા તોડીને શાળાના જરૂરી કાગળો તથા કોમ્પ્યુટરના બે સિપીયુ મળી અંદાજે રૂા.૩૦ હજારની કિંમતની તસ્કરો ચોરી કરી ગયા છે અને શાળાની મિલકતમાં આડેધડ તોડફોડ કરીને રૂા.૧૫ હજારની અંદાજીત નુકસાન કરવામાં આવેલ છે.જગડીના ગ્રામજનોને સાથે રાખીને ટંકારા પોલીસ મથકે લેખિત રાવ કરીને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ સઘન નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #MORBI TODAY




Latest News