મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત


SHARE







મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાના રણ વિસ્તારમાં મીઠું પકવીને અગરીયા રોજીરોટી મેળવે છે જે અગરીયાઓની મીટીંગ મળી હતી. જેમાં તાજેતરમાં જાહેર થયેલી અગરિયાઓ માટેની સર્વ એન્ડ સેટલમેન્ટની યાદીમાં હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા ૯૫ ટકા જેટલા અગરિયાઓના નામ નથી જેથી કરીને હળવદના અગરિયાઓની રોજીરોટી છીનવાઈ તેવી શકયતા છે

માળીયા અને હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ રોજગારી મેળવે છે જો કે, સર્વ એન્ડ સેટલમેન્ટની યાદી તાજેતરમાં જાહેર કરાઇ છે તેમાં હળવદમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાના નામ યાદીમાં નથી જેથી અગરિયાઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે. હાલમાં જે યાદી આવેલ છે તેમાં ૯૫ 95 ટકા અગરિયાઓનો નામનો સમાવેશ નથી જેથી કરીને હવે પછી આ અગરિયાઓ મીઠું પકવી શકશે નહીં અને તેમની રોજીરોટી છીનવાઈ જશે. જેથી અન્યાયની સરકારમાં રજુઆત કરશે તેવું અગરિયાઓએ જણાવ્યું છે અને અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લાના કોઓડીનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, અભ્યારણ વિભાગની આ પોલિસીને કારણે અગરિયાઓ રોજીરોટી વગરના થઈ જશે અને મોરબી જિલ્લા સહિત અન્ય ચાર જિલ્લામાં હવે મીઠાનું ઉત્પાદન બંધ થઈ શકે તેમ છે.






Latest News