મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કારખાનામાં કેમેરા ન લગાવનાર કારખાનેદાર સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના લજાઈ નજીક કારખાનામાં કેમેરા ન લગાવનાર કારખાનેદાર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ કારખાનામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા જેથી કરીને કારખાનેદારની સામે જિલ્લા કલેકટરના જાહેરમાં ભંગ સબબ હાલમાં ગુનો નોંધીને ટંકારા તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કારખાના, ગોડાઉન, સિનેમા હોલ, મોલ વગેરે જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા મુકવા માટે થઈને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ તેની અમલવારી ન થતી હોય તેવું જોવા મળતું હોય છે દરમિયાન ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક નામના કારખાનામાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી ટંકારા પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર ચેક કરીને કારખાનાના માલિક ગોપાલભાઈ દેવાભાઈ રાતડીયા જાતે ભરવાડ (૪૫) રહે. મોચી ચોક ભરવાડ શેરી મોરબી વાળાની સામે કલેકટરના જાહેરમાં ભંગ સબબનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની રફાળેશ્વર ચોકડી પાસેથી પગપાળા ચાલીને પ્રકાશ ઉર્ફે પંકજ (૨૫) નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ કે ૫૬૭૮ ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને બંને પગ, પેટ અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતા કાંતિભાઈ પ્રેમજીભાઈ ચાવડા (૫૦) રહે. પ્રેમજીનગર મોરબી મૂળ રહે નાગડાવાસ વાળાએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News