મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં


SHARE









મોરબીમાં મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર રહેતી મહિલા કોઈ કારણોસર ઉધઈ મારવાની દવા પી ગઈ હતી જેથી તેને અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વજેપર મેઇન રોડ ઉપર આવેલ ગેબનશાપીરની દરગાહની પાછળના ભાગમાં રહેતા રેશમાબેન અબ્દુલભાઈ ચાનીયા (૪૦) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ઊધઈ મારવાની દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહિલા ભૂલથી દવા પી ગઈ હોવાનું તેણે જણાવેલ છે જેની નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

ટંકારામાં રહેતો આમીન આદમભાઈ ખલીફા (૩૧) નામનો યુવાન પોતાની જાતે ઘરે હતો ત્યારે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડીબીઝ્ન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરમાં આવેલ પારેખ શેરીમાં રહેતા કવિતાબેન અશોકભાઈ વાળા (૫૨) નામના મહિલા મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં કવિતાબેન વાળા રસ્તા ઉપર નીચે પટકાયા હોવાથી તેને શરીરે ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ વિરાણીની વાડીમાં રહેતા જાનકીબેન ધીરજભાઈ કંઝારીયા (૫) નામની બાળકીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ પાસેથી પસાર થતી હતી ત્યારે ત્યાં અજાણ્યા બાઈકના ચાલક તેને હડફેટે લેતા ઈજા પામેલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે




Latest News